રાજપીપળા નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2019 વર્કશોપ અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો 

0
448

આ કાર્યક્રમમાં નગરપાલિકા ના પાંચ શ્રેષ્ઠ કામદારો ને એવોર્ડ આપી સન્માનિત કરાયા 

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા દ્વારા શુક્રવારે પાલિકા કચેરી ના પટાંગણમાં ચીફ ઓફિસર અમિતભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ 2019 વર્કશોપ અંતર્ગત સફાઈ કામદારો માટે નો હેલ્થ ચેકઅપ કેમ્પ અને એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ પાંચ શ્રેષ્ઠ કામદારો ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તમામ કામદારો ના આરોગ્ય નું ચેકઅપ કરવામાં આવ્યું જેમાં આરોગ્ય વિભાગ ના તબીબો એ તમામ સફાઈ કામદારોનું ચેકઅપ કરી જરૂરી સમજ અને સારવાર આપી હતી સાથે કુલ પાંચ શ્રેષ્ઠ કામદારો પૈકી એક બેસ્ટ ડ્રાઈવર એક બેસ્ટ ક્લીનર અને ત્રણ બેસ્ટ સફાઈ કામદારો ને પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ અને પાલિકા સદસ્યો માં મહેશભાઈ કાછીયા,કવિતાબેન માછી અને કિંજલબેન તડવી ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY