તાપી જિલ્લામાં વરસાદની સીઝનમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સાબદુ

0
4

તમામ સ્તરે ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા સૂચના
વ્યારા, તા.૧૧

આગામી ચોમાસાની સિઝનમાં ઉભી થનાર કોઇ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. તાપી જિલ્લા કલેકટર આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર ચોમાસા દરમિયાન ઉભી થનારી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબદું થયું છે.
તાજેતરમાં જિલ્લા કલેકટર નિનામાની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રિ-મોન્સુન બેઠકમાં કલેકટરે ચોમાસાની ઋતુમાં ઉભી થતી આકસ્મિક પરિસ્થિતિ દરમિયાન લોકોને કોઇ પણ તકલીફ ન પડે તે માટે તમામ સ્તરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અદ્યતન કરી સઘન આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા-તાલુકા કક્ષાએ કન્ટ્રોલરૂમ સતત કાર્યરત રહે, વરસાદમાપક યંત્રોની ચકાસણી ખાસ કરીને ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં સતત ધ્યાન રાખવા માછિમારો અને સ્થાનિક તરવૈયાની યાદી તૈયાર કરવા, યાંત્રિક અને બિનયાંત્રિક બોટોની ચકાસણી, નિચાણવાળા વિસ્તારોમાં ગામોની વસતિ-ગામોનું અંતરની વિગતો અદ્યતન કરવા, આપત્તિરોધક સાધનોની ભૌતિક ચકાસણી, કરવા, પુરગ્રસ્ત ગામોની યાદી, ગામોના સરપંચ તલાટીઓના સંપર્ક નંબર તથા ગામના તરવૈયાઓની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.
ખાસ કરીને વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે શહેરી વિસ્તારોના ગટર, નાળા અને કેનાલોની સફાઇ, જૂના જર્જરિત મકાનો, ર્હોડિંગ્સ, બેનર દુર કરવા, રોગચાળો ફાટી ન નીકળે તે માટે તમામ આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ પુરતો દવાનો જથ્થો રાખવા, ક્લોરિનેશનની કામગીરી, ખાનગી હોસ્પિટલો સાથે સંકલનમાં રહી એપિડેમિક રોગ ન ફેલાઇ તે માટે જરૂરી પગલા લેવા તથા કોઇ તાકીદની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે પહોંચી વળવા માટે ટીમો તૈયાર રાખી ફિલ્ડ સ્ટાફનું સતત મોનીટરિંગ કરવા, આફતના સમયે અસરગ્રસ્તોને સમયસર રાહતસામગ્રી પહોંચાડી શકાય તે માટે તાલુકા-જિલ્લા સ્તરે આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો જથ્થો જાળવી રાખવા જાહેર જીવનને નુકસાનકારક હોય તેવા બાંધકામો દુર કરવા, પુલ, કોઝ-વે, ગરનાળા પર વોટર લેવલ ઇન્ડીકેટર તથા ચેતવણી આપતા ભયસૂચક બોર્ડ મુકવા, જર્જરિત વીજ થાંભલાઓનુ રિપેરિંગ, વીજલાઇન નજીકના વૃક્ષો દુર કરવા ટેલિફોન સુવિધા સતત જળવાઇ રહે તેની કાળજી રાખવા જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY