નવસારી જિલ્લામાં ધો. ૧માં ૧૨૯૨૧ બાળકોનું નામાંકન કરી શાળા પ્રવેશ આપવામાં આવશે

0
6

તા. ૧૩-૧૪ ગ્રામ્ય અને ૧૫મીએ શહેરમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે
સુરત, તા. ૧૨
નવસારી જિલ્લામાં આગામી તા.૧૩-૧૪ જુન ગ્રામ્ય અને તા.૧૫ મી જુને શહેરી વિસ્તારની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી દરમિયાન નવસારી જિલ્લામાં ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષપદે સુચારુ આયોજન ઘડી કઢાયું છે.
નવસારી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન ધોરણ-૧ માં કુલ ૧૨૯૨૧ જેટલા બાળકોનું નામાંકન કરી શાળામાં પ્રવેશ અપાશે. તા.૧૩ અને ૧૪ મીના રોજ ગ્રામ્ય વિસ્તારમાં યોજાનાર પ્રવેશોત્સવમાં કુલ-૧૦૫૧૮ બાળકોને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે. જયારે શહેરી વિસ્તારમાં ૨૫૪૬ બાળકોને પ્રવેશ કરાવાશે.
નવસારી જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.એચ.પટેલે આપેલી માહિતી અનુસાર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૧૯ દરમિયાન ૪૬ જેટલા રૂટો નકકી કરી જિલ્લાના મંત્રીશ્રીઓ પદાધિકારી/અધિકારીશ્રીઓ ફરજા સોંપવામાં આવી છે. નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૫૨૭૪ કુમાર અને ૫૧૦૧ કન્યા મળી કુલ-૧૦૫૧૮ બાળકોને પ્રવેશ કરાવાશે. જયારે શહેરી વિસ્તારમાં ૧૩૧૬ કુમાર અને ૧૨૩૦ કન્યા મળી કુલ ૨૫૪૬ બાળકોનું નામાંકન કરી પ્રવેશ કરાવાશે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમનો ફોન નંબર(૦૨૬૩૭) ૨૩૧૮૧૦ તુષારભાઇ- મો.નં-૭૦૬૯૪૫૦૦૦૨, દર્શનભાઇ મો.નં-૮૫૧૧૮૫૬૧૩૧, ગીરીશભાઇ મો.નં-૭૦૬૯૪૫૦૦૦૫ પર સંપર્ક કરી માહિતી મેળવી શકો છો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનો ટેલિફોન નં-(૦૨૬૩૭) ૨૫૮૪૬૭ મો.નં-૯૯૦૯૯૭૧૬૮૮ ઉપર માહિતી મળી શકશે.
નવસારી જિલ્લામાં યોજાનાર કન્યા કેળવણી મહોત્સવમાં મંત્રીશ્રીઓ, ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહી નવા પ્રવેશ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરશે.
શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, સામાજીક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ, ગુજરાત ઘેટા અને ઉર્જા વિકાસ નિગમના ઉપાધ્યક્ષ શ્રી અમરશીભાઇ ખાંભલીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ડૉ.અમિતાબેન પટેલ, ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, વાસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.જી.ગોહિલ સહિત રાજયના સચિવશ્રીઅો, ઉપસચિવશ્રીઓ, પદાધિકારીઓ શિક્ષણના યજ્ઞમાં સામેલ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY