કપરાડામાં પ્રેમી યુવકે લગ્નની લાલચે સગીરાને ગર્ભવતી બનાવી તરછોડી દેતા ગુનો દાખલ

0
9

સગીરાને ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઈન મદદ મળી
વલસાડ, તા. ૧૨

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામની યુવતિ તેજ ગામના યુવાન સાથે પરિચયમાં આવી હતી. યુવાને લગ્નની લાલચ આપી સગીરા સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે આ સગીરા સગર્ભા બની હતી. સગીરા સગર્ભા બન્યાનિી જાણ થતાં મા-બાપના માથે આભ ફાટયું હતું. સગીરા અને તેના કુંટુબની સમાજમાં બદનામી ન થાય તે માટે સમાજના પંચો દ્વારા યુવકને બોલાવી આવા કૃત્ય અંગેની પૂછતાછ કરતા યુવકે આવો સંબંધ જ ન હોવાનું જણાવી જતો રહયો હતો. યુવતિ સાથે બનેલ ધટનાથી હેબતાઇ ગયેલા પરિવારે ૧૮૧ અભ્ય મ મહિલા હેલ્પોલાઇનનો સંપર્ક કર્યો હતો. ૧૮૧ને જાણ થતાંજ અભ્યેમની ટીમ સ્થસળ ઉપર પહોંચી યુવકની પૂછતાછ કરતા યુવકે કોઇ સહકાર આપ્યોબ ન હતો. જેથી આ યુવતિને ન્યાભય મળી રહે તે માટે આગળની કાર્યવાહી માટે પોલીસની મદદ લેવામાં આવી હતી. સગીરાની ફરિયાદના આધારે નાનાપોંઢા પોલીસ આગળની તપાસ કરી રહી છે. આમ લગ્નની ના પાડતા સગીરાને ૧૮૧ની મદદ મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY