બીબર માતાજીના દર્શનાર્થે જતી વખતે અકાળે નખત્રાણાના અરલ ગામની ફાટક પાસે મારૂતિ વેનમાં આગ લાગવાથી સર્જાયો અકસ્માત
કચ્છ જિલ્લાના નખત્રાણાના અરલ ગામની ફાટક પાસે મારૂતિ વેેનમાં આગ લાગવાથી ઘટનાસ્થળે જ ત્રણ બાળકોના મોત થયા છે.જાણવા મળી વિગતો મુજબ ભોગ બનનારાં એક જ પરિવારનાં સભ્યો હોઇ અને આ કારમાં સવાર હતા. ત્યારે ગેસથી દોડતી મારૂતિ વેનમાં અચાનક આગ લાગવાથી આખી વેનમાં આગ આગ થઈ ગઈ હતી.આ આગમાં ભોગ બનનાર પરિવાર મૂળ બિબ્બરનો છે અને હાલે તેઓ નખત્રાણાના રામદેવ નગર રહે છે જેમાં અમુક લોકો સાંગનારાના હોવાનું જાણવા મળ્યું છે. ગાડીમાં 13 લોકો સવાર હતા અને તેઓ બિબ્બરમાં માતાજીના દર્શનાર્થે જતા હતા. ત્યારે આગ લાગવાથી 8 લોકો દાઝી ગયા હતા જેમને 108 દ્વારા નખત્રાણા સીએચસી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો વેનમાંથી 3 બાળકોને બહાર નીકળવાનો સમય જ મળ્યો ન હોવાથી તેઓ જીવતાં વેનમાં જ મોત થયું હતું .આ અરલ દુર્ઘટનામાં બિદિયા રતનસી ભદ્રુ,વર્ષા કરસન ભદ્રુ,રસીલાબેન હિરજી જેપાર,લક્ષ્મી હિરજી જેપાર,હીરાબેન માલસી ભદ્રુ તેંમજ જ્યોત્સનાબેન વગેરે ઇજા પામનાર તેમજ 3 બાળકોનું ઘટના સ્થળે જ મોત થયો છે અને 1 નો સારવાર દરમિયાન મોત થયો છે એમ કુલ 4 ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ બાળકોના મોત થયા છે તેના નામ નીચે મુજબ છે.
1) આનંદીબેન રતનશી ભદ્રુ (ઉ.વ. 5)
2) રીનાબેન કરસન ભદ્રુ (ઉ.વ. 3)
3) પારૂબેન હીરજીભાઈ જેપાર(ઉ.વ.5)
પત્રકાર ગૌતમ બુચિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




