સુરત જિલ્લામાં એનડીઆરએફ ૮૮, એસડીઆરએફ તથા એસઆરપીની ટીમ તૈનાત

0
173

સુરત, તા.૧૩

સંભવિત વાયુ વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈ સુરત જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની સાથે વરસાદ પડવાના કારણે મોટી દુર્ધટના બને તો તે અંગે તાત્કાલિક બચાવની કામગીરી કરવા કલેકટરશ્રી ઘવલ પટેલના માર્ગદર્શન હેઠળ તંત્ર એલર્ટ છે. જિલ્લાના તમામ અધિકારીઓને કોઈપણ ઘટનાનો પહોંચી વળવા સજ્જ કરવામાં આવ્યા છે. તાલુકાકક્ષાના કર્મચારીઓને પણ સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાની અસરને લઈને ડુમ્મસ અને સુવાલી બીચને ત્રણ દિવસ માટે સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.
સંભવિત વાવાઝોડાના કારણે પરિસ્થિતિને પહોચી વળવા જિલ્લામાં એન.ડી.આર.એફ.ના ૨૬, એસ.ડી.આર.એફ. ૮૮ તથા એસ.આર.પી.ની ૬૫ એમ કુલ ૧૭૯ સભ્યોની ફાળવણી કરવામાં આવી છે. મામલદારશ્રીઓ, સર્કલ ઓફિસરો, તલાટીઓને પોતાના અસરગ્રસ્તોમાં કલસ્ટર બનાવીને સતત સંપર્કમાં રહીને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાઓ લેવાના આદેશો કલેકટરશ્રીએ આપ્યા છે.
નોંધનીય છે કે, તકેદારીના ભાગરૂપે સુરત જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત થાય તેવા દરિયાકાંઠાના ગામોમાં મજુરા તાલુકાના ડુમસ, સુલતાનાબાદ, ભીમપોર, મગદલ્લા, ચોર્યાસી તાલુકામાં વાસવા, રાજગરી, સુવાલી, જુનાગામ, હજીરા, મોરા અને દામકા, જયારે ઓલપાડ તાલુકામાં આડમોર, કરંજગૃપ, કોસાડી, જીણોદ, તુડા, તેના, દેલાસા, પારડી, ઝાખરી, પીજરત, ભગવા, મદ્રોઈ મીરાજાપોર, મીઢી, મોર, લવાછા, દાંડી, કોબા, કુદીયાણા, છીણી, કાછબ એમ ૩૧ ગામોમાં એલર્ટની સાથે એન.ડી.આર.એફ, એસ.આર.પી. અને એસ.ડી.આર.એફની ટીમોના ૧૭૯ સભ્યોને તહેનાત કરાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY