સરસાણા કન્વેન્શન સેન્ટરમાં ૨૧મીએ જિલ્લા કક્ષાના વિશ્વયોગ દિનની ઉજવણી કરાશે

0
10

વિશ્વ યોગ દિવસ ઉજવણીના આયોજન અર્થે કલેક્ટ્રાલય ખાતે બેઠક મળી
સુરત, તા.૧૩

સુરત જિલ્લાકક્ષાના ૨૧મી જૂન-વિશ્વ યોગ દિવસની ઉજવણી સરસાણા કન્વેન્સન સેન્ટ રખાતે થશે જેના સુચારૂ આયોજન માટે જિલ્લા સેવા સદન ખાતે અધિક નિવાસી કલેકટરશ્રી સંજય વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં શહેર અને જિલ્લાના વધુને વધુ નાગરીકો-સંસ્થાઓ ઉત્સાહભેર જોડાય તે સંદર્ભે રૂપરેખા ઘડવામાં આવી હતી.
શ્રી સંજય વસાવાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે નાગરિકોને સપરિવાર યોગાભ્યાસમાં જોડાવા, સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ-પદાધિકારીઓ તેમજ જિલ્લાની સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ, વેપાર અને વાણિજ્ય સંસ્થાઓ, હોસ્પિટલો, મેડીકલ એસોસિએશન, યોગ સંસ્થાઓ, લાયન્સ કલબ વિગેરે સંસ્થાઓને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સામેલ કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરવાના સહિયારા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં હજીરાના ઔદ્યોગિક ગૃહો, ટાઉનશીપો, ખાનગી શાળાઓ, જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓને સામેલ કરવા સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
શ્રી વસાવાએ જણાવ્યુ કે, વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગ નિષ્ણાંતોને તાલીમ આપવામાં આવશે. તેઓ ૨૧ જૂન અગાઉ તાલીમબદ્ધ યોગ નિષ્ણાતો વિવિધ સ્થળોએ નાગરિકોને યોગાભ્યાસના નિર્દેશન કરાવશે. શ્રી વસાવાએ યોગ દિન ઉજવણીમાં સમાજની ત્રણ પેઢીને સામેલ કરી યોગ દિનની ઉજવણીને સફળ બનાવવા સંબંધિત અધિકારીઓને રચનાત્મક સૂચનો કર્યા હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયત તેમજ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ ખાતેના કેન્દ્રો ઉપર યોગ શિબિર યોજાશે એમ તેમણે ઉમેર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY