રોકડા રૂપિયા અને પાસપોર્ટ પણ ચોરાઈ ગયો
સુરત, તા. ૧૯
કારના કાચ તોડી અજાણ્યો વ્યકિત બે લેપટોપ અને રોકડા મળી કુલ્લે રૂપિયા ૨.૬૦ લાખની મતા ચોરી કરી ગયાનો બનાવ વેસુ વિસ્તારમાં બન્યો હતો.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ ૠષિકેશ નગર ખાતે રહેતા વેપારી સંકેતકુમાર સંતોષભાઈ સોની મિત્ર સાથે સુરત આવ્યા હતા અને વેસુ ચાર રસ્તા પરફેક્ટ અોપ્ટિકલની સામે પોતાની કાર પાર્ક કરી હતી. એ સમયે કોઈ અજાણ્યા વ્યકિતએ કારનો કાચ તોડી બે લેપટોપ, રોકડા, પાસપોર્ટ સહિતના દસ્તાવેજા મળી કુલ્લે રૂપિયા ૨.૬૦ લાખની મતા ચોરી ગયો હતો. ઉમરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


