બ્રેકથ્રુ લિસને મોટી સફળતા : બહારની દુનિયામાંથી આવતા તરંગો મળ્યા

0
27

૭૨ નવા ફાસ્ટ રેડિયો વિસ્ફોટની જાણકારી મેળવી
બેંગ્લુરુ,તા.૧૧
ધરતીથી દૂર બ્રહ્માંડનાં રહસ્યને જાણવામાં માણસોને રસ રહ્યો છે. આવી શોધ માટે ૧૦ કરોડ ડોલરના બજેટ સાથે ચલાવવામાં આવી રહેલા ખગોળીય કાર્યક્રમ ‘બ્રેકથ્રુ લિસન’ને મોટી સફળતા મળી છે. વિજ્ઞાનીઓને બહારની દુનિયામાંથી આવતા તરંગો મળ્યા છે.
સંશોધકોનું કહેવું છે કે તરંગો જે સોર્સમાંથી આવી રહ્યા છે ત્યાં જીવનની શક્યતાઓનો ઇનકાર ન કરી શકાય. સોમવારે મોડી રાત્રે કરાયેલી જાહેરાત મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વિજ્ઞાનીઓએ ૭ર નવા ફાસ્ટ રેડિયો વિસ્ફોટની જાણકારી મેળવી, જે FRB-૧૨૧૧૦૨થી આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આપણી આકાશગંગા મિલ્કીવેથી આ ગેલેક્સી લગભગ ત્રણ અબજ પ્રકાશવર્ષ દૂર છે. FRB-૧૨૧૧૦૨ની ઓળખને લઇ પહેલી જાહેરાત ગયા વર્ષે થઇ હતી. આ સંશોધનનું શ્રેય યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના પીએચડી રિસર્ચર ડો.વિશાલ ગજ્જરને જાય છે. ડો.વિશાલ મૂળ ગુજરાતના છે.
ફાસ્ટ રેડિયો બર્સ્ટ ખરેખર તો અત્યંત સંક્ષિપ્ત અવધિની દૂર આકાશગંગામાંથી આવતા રેડિયો તરંગો હોય છે. તેને પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં પાકર્સ ટેલિસ્કોપથી પકડવામાં આવ્યા હતા. ત્યાર બાદ દુનિયાભરમાં ઘણાં રેડિયો ટેલિસ્કોપ દ્વારા હ્લઇમ્જની ઓળખ થઇ.
‘બ્રેકથ્રુ લિસન’ તરફથી જણાવાયું છે કે એક વિસ્ફોટ દરમિયાન મોટા ભાગના FRBsની ઓળખ કરાઇ છે, તેનાથી ઊલટું FRB-૧૨૧૧૦૨ એકલી એવી ગેલેક્સી છે કે જ્યાંથી તરંગો નીકળી રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY