ઉધારીમાં ગ્રે માલ ખરીદી બે વેપારીઓ ભાગી ગયા
સુરત, તા.૨૧
રિંગરોડ મિલેનિયમ માર્કેટની દુકાનમાંથી ગ્રે કાપડનો માલ મંગાવી સમયસર પેમેન્ટ નહીં કરી રૂ.૧૭.૭૪ લાખનો વિશ્વાસઘાત કરી બે વેપારીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાગામ-ડીંડોલી માનસરોવર અંબિકા ટાઉનશીપ ખાતે નંદકિશોર જગદીશ પ્રસાદ વૈષ્ણવ રહે છે. તેમની એક દુકાન રિંગરોડ મિલેનિયમ માર્કેટ ખાતે આવેલી છે. આ દુકાનમાં તેઓ ગ્રે કાપડનો ધંધો કરે છે. ગત તારીખ ૧૫મી નવેમ્બર ૨૦૧૭ના રોજ વિરેન્દ્રભા ગોદરભાઈ તથા ભોમારાવ બેનીવાલે તેઅો પાસેથી ગ્રે કાપડનો જથ્થો ઉધારમાં ખરીદી સમયસર પેમેન્ટ નહીં ચૂકવી મો.ફોન તથા દુકાન બંધ કરી ફરાર તઈ ગયા હતા. ગ્રે કાપડના વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


