ભરણપોષણ તરીકે પત્નીને ૨૦ કિલો ચોખા, ૫ કિલો ઘી આપવા આદેશ!

0
13

ચંડીગઢ,તા.૧૮
પંજાબ હરિયાણા હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતા રસપ્રદ નિર્ણય આપ્યો છે. કોર્ટે એક વ્યક્તિને તેની પત્નીને છૂટાછેડા લેવાના ભરણપોષણ તરીકે ચોખા, દાળ, ખાંડ, દૂધ, ઘી અને ત્રણ નવી સલવાર આપવાનો આદેશ કર્યો છે. પંજાબમાં રહેતા આ વ્યક્તિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેની પાસે નોકરી નથી, આથી તે પત્નીને ભરણપોષણ તરીકે રૂપિયા આપી શકે તેમ નથી. જોકે, સાથે તેણે એવું પણ કહ્યું કે તે તેની પૂર્વ પત્નીની દૈનિક જરૂરિયાતોને પૂરી કરવા માટે સામગ્રી આપી શકે છે.
વ્યક્તિએ કોર્ટમાં કહ્યું કે તે ચોખા, ખાંડ, દૂધ જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ આપી શકવા માટે સક્ષમ છે. આ અંગે કોર્ટે આદેશ કર્યો કે તે પોતાની પત્નીને દર મહિને ૨૦ કિલો ચોખા, પાંચ કિલો ખાંડ, પાંચ કિલો દાળ, ૧૫ કિલો ઘઊં, ૨ કિલો દૂધ અને પાંચ કિલો ઘી આપશે. આ સાથે જ દર ત્રણ મહિને તેણે પત્નીને ત્રણ સલવાર પણ આપવાની

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY