દક્ષિણ ગુજરાતમાં આવતા સોમવાર સુધી વરસાદના અણસાર નથી

0
168

કામરેજ, માંડવી અને ઉમરપાડામાં ઝરમર વરસાદ
સુરત, તા.૨૧
જૂન મહિનાના ચોથા સપ્તાહના અંતે પણ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ નથી. આગામી સપ્તાહથી વરસાદ થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે કામરેજ, માંડવી અને ઉમરપાડા તાલુકામાં ઝરમર વરસાદી ઝાપટા નોîધાયા છે.
સુરત જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાના ૯ તાલુકાઅો પૈકી કામરેજમાં ૪મીમી અને સુરત સીટીમાં ૪મીમી જેટલો નજીવો વરસાદ થયો છે. આજે સવારે કામરેજમાં ૯મીમી, માંડવીમાં ૩મીમી અને ઉમરપાડામાં ૧મીમી જેટલો વરસાદ નોîધાયો છે. જૂન મહિનાના ચોથા સપ્તાહના અંતે પણ હજી ચોમાસુ જામ્યુ નથી. આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગત સપ્તાહે વાયુ વાવાઝોડાની અસરથી વરસાદ નોધાયો હતો. વાવાઝોડાની અસરથી દક્ષિણ ગુજરાતમાં એટલો વરસાદ થયો નથી. પરંતુ તેના લીધે ચોમાસાના વાદળો ખેîચાઈ જતા વરસાદ લંબાયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં વધુ વાવાઝોડાની અસરથી વરસાદી ઝાંપટા થતા ત્યાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે. આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામે તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY