વેચવા માટે લીધેલા ૬૨.૮૮ લાખના હીરા સાથે વેપારી ગાયબ થઈ ગયો

0
163

સુરત, તા.૨૧
કતારગામ નંદુડોશીની વાડી ખાતે આવેલી એક હીરાના કારખાનામાંથી મોટા વરાછા સુદામા ચોકના રહીશે ૬૨.૮૮ લાખના હીરા વેચાણ માટે લીધા બાદ નાણાં અથવા હીરા પરત નહીં આપી વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કતારગામ પોલીસ મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બોટાદ જિલ્લાના વતની અને હાલમાં સિંગણપોર દિપ સોસાયટી ખાતે રહેતાં કરસનભાઈ શેટાનું હીરાનું કારખાનું આવેલું છે. આ કારખાનામાંથી મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા તુષાર અમરસિંહભાઈ સવાણીએ તેમની પાસેથી ૧૭૯ કેરેટ તથા ૧૦૪ કેરેટના હીરા વેચાણ કરવા માટે ઉધારમાં લીધા હતા. ઉધારમાં ખરીદવામાં આવેલા પોલીશ્ડ હીરાના નાણાં પરત નહીં કરી હીરા વેપારી સાથે છેતરપિંડી કરી ફરાર તઈ ગયો હતો. કતારગામ પોલીસે આઈપીસી ૪૦૬, તથા ૪૨૦ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY