લોસ એન્જલ્સ,તા.૧૫
આંતરરાષ્ટ્રીય કક્ષાના ગાયક ર્યાન એડમ્સ પર સંખ્યાબંધ મહિલાઓએ પોતાની સાથે ગેરવર્તન કર્યાના આરોપ મૂક્્યા હોવાનો રિપોર્ટ એક પ્રતિષ્ઠિચ અખબારમાં પ્રગટ થયો હતો.
આવા આરોપો મૂકનારામાં ર્યાનની ભૂતપૂર્વ પત્ની ગાયિકા-ગીતકાર-અભિનેત્રી મેન્ડી મૂરનો પણ સમાવેશ થયો હતો. જા કે એડમ્સના વકીલ એન્ડ્ર્યુ બ્રેટરે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે મારા અસીલની કામિયાબીથી દાઝે બળતા લોકોએ આવા આક્ષેપો કર્યા છે. સગીર વયની હોય એવી કોઇ બાલિકા સાથે મારા અસીલે ગેરવર્તન કર્યું નથી.
જા કે એડમ્સે પોતે એક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે હું એક માનવી છું, અપૂર્ણ છું, મારામાં પણ ઘણી મર્યાદા અને ખામી હોઇ શકે છે. મારા વાણી કે વર્તન દ્વારા જાણ્યે અજાણ્યે કોઇની લાગણી દૂભાઇ હોય તો હું જાહેરમાં એની માફી માગું છું.
આરોપોની વિગતો જાહેર થયા બાદ એડમ્સે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ મૂકીને જાહેરમાં સતત માફી માગી હતી જેથી વાત આગળ વધે નહીં.
જા કે આ રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે સંખ્યાબંધ મહિલાઓ એડમ્સ વિરુદ્ધ ફરિયાદ કરવા આગળ આવી હતી. એમાંની કેટલીક યુવતીઓના કહેવા મુજબ એ સગીર વયની હતી ત્યારે એડમ્સે અમારી સાથે અણછાજતી છૂટ લીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



