ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં સર્વત્ર બે ઇંચ સુધીનો વરસાદ

0
6

ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ નથી
સુરત, તા.૨૮
ઉકાઈ ડેમના ઉપરવાસમાં તાપી નદીના કેચમેન્ટ એરિયામાં ગત ચોવીસ કલાક દરમ્યાન વરસાદ નોîધાયો છે. હજુ સુધી ઉકાઈ ડેમમાં વરસાદના નવા નીરની આવક થઈ નથી. સપાટી ૨૭૫.૯૧ ફૂટની ચિંતાજનક સ્તરે છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે નોધાયેલ વિગત અનુસાર ગત ચોવીસ કલાક દરમ્યાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં વરસાદ નોધાયો છે. તાપી નદીના ગેજસ્ટેશન પૈકી ચીખલધરામાં ૨૧મીમી, બુરહાનપુરમાં ૮મીમી, યરલીમાં ૨૧મીમી, હથનુરમાં ૨૫મીમી, ભુસાવલમાં ૪૦મીમી, દહીગામમાં ૪૧મીમી, દેડતલાઈમાં ૫૨મીમી, ધુલીયામાં ૩મીમી, સાવખેડામાં ૫મીમી, ગીધાડેમાં ૨૬મીમી, અને ચીકલોદમાં ૨૨મીમી જેટલો વરસાદ નોîધાયો છે.
ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે ડેમની સપાટી ૨૭૫.૯૧ ફૂટની ચિંતાજનક સપાટી નોધાઈ છે. ઉપરવાસમાં આવેલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગેજસ્ટેશનમાં વરસાદ થયો છે. પરંતુ તાપી નદીમાં હજી સુધી નવાર નીર નહી ઉમેરાતા ઉકાઈ ડેમમાં નવી આવક નોîધાઈ નથી. આગામી સપ્તાહ દરમ્યાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હોવાથી ઉકાઈમાં નવી આવકની શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY