આનંદો!! પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી વધી

0
13

ન્યુ દિલ્હી,તા.૨૪
થોડો મોડા, પણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. શનિવારથી ગુજરાતના દરેક પ્રાંતોમાં વરસાદ નોંધાયો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે લોકોનો મૂડ અને મિજાજ પણ બદલાયેલો દેખોયો. લોકોના ચહેરા પર તો ખેડૂતોમા આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે ગુજરાતની નદીઓ અને ડેમોમાં પણ પાણીની આવક નોંધાઈ છે, જેને કારણે સરદાર સરોવરની ડેમ સપાટી પણ વધી ગઈ છે. છેલ્લા બે દિવસમાં સરદાર સરોવર ડેમની સપાટી ૪૬ સેન્ટીમીટરનો વધારો થયો છે. આ સાથે જ નર્મદા ડેમની જળ સપાટી ૧૦૬.૭૭ મીટર થઈ છે.
ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મધ્યપ્રદેશના ડેમોમાં પાવરહાઉસ ચાલુ કરાયા છે. તો ઉપરવાસમાંથી ૯૮૨૬ ક્યુસેક પાણી છોડાયું છે, જેથી પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો છે. દર કલાકે નર્મદા ડેમની સપાટી ૧ સેન્ટિમીટર જેટલી વધી રહી છે.
મધ્યપ્રદેશમાંથી પાણીની આવક વધતા થતાં ડેમમાં પાણીની આવક વધી છે, તે જાઈ શકાય છે. નર્મદા ડેમમાંથી IBPT ટનલ દ્વારા ૨૬૫૨ ક્યુસેક પાણી લેવામાં આવી રહ્યુ છે. હાલ મુખ્ય કેનાલમાં ૨૦૩૯ ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY