સુપ્રિમનો ચુકાદો સાંભળતા પહેલા જ પૂર્વ વૈજ્ઞાનિક કે ચંદ્રશેખરનું નિધન

0
7

બેંગ્લુરુ,તા.૧૯
ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક કે. ચંદ્રશેખર દસકાઓથી હાઇકોર્ટના ચુકાદોની ખૂબ જ આતુરતાથી રાહ જાઈ રહ્યા હતા. પરંતુ તણાવ અને મુશ્કેલીમાં અઢી દસકા જેટલો સમય પસાર કર્યા બાદ શુક્રવારે તેની તરફેણમાં ચુકાદો આવ્યો તે પહેલા તેઓ કોમામાં ચાલ્યા ગયા હતા.
ઇંડિયનસ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જાસૂસી કેસમાં પોતાનો નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ૧૯૯૪માં જાસૂસી કેસમાં ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક કે. ચંદ્રશેખરની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી, તેમને પ્રતાડિત કરવામાં આવ્યા અને માનસિક યાતનાઓ આપવામાં આવી હતી.
આ બદલ સુપ્રીમ કોર્ટે કે. નારાયણને રૂ. ૫૦ લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. ઇસરોના જાસૂસી કાંડમાં છ આરોપીઓમાં નામ્બી નારાયણની સાથે કે. ચંદ્રશેખર પણ સામેલ હતા.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય શુક્રવારે સવારે ૧૧ વાગ્યે આવ્યો હતો, પરંતુ ત્યાં સુધી ચંદ્રશેખર કોમામાં ચાલ્યા ગયા હતા.
તેમની પત્ની કે વિજયમ્માએ મંગળવારે જણાવ્યું કે, “તેઓ શુક્રવારે સવારે સાત વાગ્યે કોમામાં ચાલ્યા ગયા હતા અને રવિવારે કોલંબિયા એશિયા હોસ્પિટલમાં રાત્રે ૮ઃ૪૦ વાગ્યે તેમનું નિધન થયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY