માનવ સહકાર સેવાભાવી ટ્રસ્ટ દ્રારા વિનામૂલ્યે કેમ્પ અને અનાથ બાળકોના ભણતરની જવાબદારી લેવાઈ 

0
21

તા 06/01/2019 ના રોજ રવિવારે સવારે 9:30 થી 1 વાગ્યે સુધી માનવ સહકાર સેવાભાવી ટ્રસ્ટ દ્રારા વિના મુલ્યે  ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું 

નવાગામ CNG ગેસ પંપ ની સામે, નવાગામ ઉધના સુરત, ખાતે યોજાયેલા આ કેમ્પમાં નિશુલ્ક બ્લડ ચેકઅપ અને નિશુલ્ક બ્લડ પ્રેશર ચેકઅપ તથા શુગર પ્રેશર ચેકઅપ, થાઈરોડ,સ્કીન,ખરતા વાળ, દાંત, જુના દુઃખાવાની, કમજોરી, પાઈલ્સ (મુળવેદ) ,આંખની સમસ્યા (ફી ઓપરેશન તેમજ રાહતદર ભાવે ચશ્મા વિતરણ)નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૪૫૦ જેટલા દર્દીને સારવાર આપી ઉપરાંત 100 માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા અનાથ બાળકોને ધોરણ ,8 થી 12 સુધી ભણવાનો ખચૅ માનવ સહકાર સેવાભાવી ટ્રસ્ટ દ્રારા ઉપડવાની જવાબદારી પણ લીધી હતી.ત્યા આજના આ સ્વાર્થી યુગમાં પોતાનાજ જયારે સાથ છોડી દેતા હોય એવા સમયે આ સંસ્થા દ્વારા માનવતા પૂર્ણ કામગીરી કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY