આ કેમ્પમાં ૨૭૦ દર્દીઓએ લાભ લીધો
સુરત, તા.૨૩
રાજય સરકારના સિકલ સેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જીલ્લાનાં સિકલસેલ દદીઓ માટે સિવિલ હોસ્પીટલનાં તજજ્ઞો તેમજ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદની સેવાઓની મદદથી તા.૨૧ થી ૨૮ ફેબ્રુઆરી સુધી ઉમરપાડા, ઓલપાડ, માંડવી, ઉમરાખ, કામરેજ તથા માંગરોળ ખાતે ફોલોઅપ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે માંડવી અને ઓલપાડ ખાતે યોજાયેલ બે કેમ્પમાં અનુક્રમે ૨૧૦ અને ૬૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હસમુખભાઇ ચૌધરી અને જીલ્લા સિકલસેલ નિયંત્રણ અધિકારી ડો. પિયુષ શાહ અને જીલ્લા પંચાયતના ઈ. એમ.ઓના માર્ગદર્શન હેઠળ દર વર્ષની આ વર્ષે પણ સુરત જીલ્લાનાં સિકલસેલ દદીઓ માટે ફોલોઅપ આરોગ્ય તપાસ કેમ્પ યોજાઈ રહ્યા છે. જિલ્લામાં જીલ્લામાં સિકલસેલનાં કુલ ૨૩૯૫ દદીઓ નોંધાયેલા છે. કેમ્પમાં વધુમાં વધુ દદીઓને આવરી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કેમ્પમાં સિવિલ હોસ્પિટલ સ્પેશીયાલીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓની તપાસ તથા એકસ-રે, લોહી તપાસની સેવાઓ તથા દર્દીઓની જરૂરીયાત મુજબની દવાઓ આપવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



