સુરત,તા.૧૦
દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ હતી. ભાદરવા મહિનાના ગરમીના ઉકળાટ બાદ વહેલી સવારથી ઠંડીના ચમકારા સાથે ગાઢ ધુમ્મસ છવાઇ ગયું હતું. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લો વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર ધીમો થઇ ગયો હતો. વાતાવરણમાં એકાએક પલટો જાવા મળી હતો. જ્યારે લો વિઝિબિલિટીના કારણે ટ્રેનની સ્પીડ પણ ધીમી કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાંમાં આજે વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઇ હતી. ધુમ્મસને પગલે સમગ્ર વિસ્તાર ધુંધળો અને સફેદ ચાદર ઓઢેલો હોય તેવો લાગતો હતો. ઠંડી અને ધુમ્મસને પગલે સ્કુલવાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઇ-વે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. વાહન ચાલકોને દૂરનું જાવામાં ગાઢ ધુમ્મસ બાધારૂપ બનતા લોકો પણ સાવચેતીથી વાહનો ચલાવાતા જાવા મળ્યા હતા.
ગાઢ ધુમ્મસથી લો વિઝિબિલિટીના કારણે એર વ્યવહારને પણ અસર પહોંચી છે. હૈદરાબાદ-સુરતની સ્પાઈસ ઝેટની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે દિલ્હી-અમદાવાદ ઇન્ડિગો ફ્લાઈટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. ધીમે ધીમે ધુમ્મસ હટી રહ્યું છે. જાકે, વિઝિબિલિટી આવ્યા બાદ સુરત એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



