આજે આૅડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે વાવાઝોડું તિતલી

0
5

ભૂવનેશ્વર,તા.૧૦
વિનાશકારી ચક્રવાતી વાવાઝોડું તિતલી આવતીકાલે, ગુરુવારે સવારે ૫.૩૦ વાગ્યે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટકશે એવું ભારતીય હવામાન વિભાગનું કહેવું છે.
હાલ આ વાવાઝોડું બંગાળના અખાતમાં પશ્ચિમ-મધ્ય ભાગમાં અને ઓડિશાના ગોપાલપુરની દક્ષિણ-અગ્નિ બાજુએ જામ્યું છે અને તે ધીરે ધીરે ઓડિશાના દક્ષિણ ભાગ તરફ અને આંધ્ર પ્રદેશના ઉત્તર ભાગ તરફ આગળ વધી રહ્યુ છે.
આ કુદરતી આફતના ત્રાટકને ધ્યાનમાં રાખીને ઓડિશામાં આવતીકાલે તમામ શાળા-કોલેજા બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓડિશાના પાંચ જિલ્લામાં સમુદ્રકાંઠે વસતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યા છે.
એવી આગાહી કરવામાં આવી છે કે આવતીકાલે સવારે વાવાઝોડું ત્રાટકશે એ વખતે પવનની ગતિ પ્રતિ કલાક ૧૪૫ કિ.મી.ની હશે. તિતલીને અત્યંત તીવ્ર વાવાઝોડા તરીકે અપગ્રેડ કરવામાં આવ્યું છે.
વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર અને કલિંગપટનમ વચ્ચે ત્રાટકે એવી સંભાવના છે. એ વખતે ઓડિશાથી લઈને બાંગ્લાદેશ અને ઈશાન ભારતમાં ગુરુવારે સવારથી ભારે વરસાદ પડે એવી સંભાવના છે. એની અસર રવિવાર વહેલી સવાર સુધી રહી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY