બીટકનેક્ટ કંપનીનો ડેવલપર અને સપોર્ટ સિસ્ટમ સંભાળતો શખ્શ દુબઈથી ઝડપાયો

0
194

સુરત,તા.૩૦
કરોડો રૂપિયાના બીટકનેક્ટ કેસમાં સીઆઈડી ક્રાઈમને વધુ એક આરોપી ઝડપવામાં સફળતા મળી છે. છેલ્લા એકાદ વર્ષથી બીટકનેક્ટ કેસમાં નાસતો ફરતો ધવલ માવાણી અબુધાબીથી ઝડપાયો હતો. ઈન્ટરોલ દ્વારા રેડ કોર્નર નોટીસ પબ્લિશ કરાયેલી જેના આધારે ધવલને દિલ્હી એરપોર્ટ પર ડિપાર્ટ કરી મોકલી દેવાયેલો. દિલ્હી એરપોર્ટ પર સાત વાગ્યે આવતા ઈમીગ્રેશનના સંકલનમાં ધવલની ધરપકડ કરવામાં આવી છે.
લોકોના કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર બીટકનેક્ટ કંપનીમાં ધવલ વિજયભાઈ માવાણી (ઉ.વ.આ.૨૮)ના રહે ૮૦, શિરડીધામ સોસાયટી, વરાછા છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો હતો. ગુનો ગત તારીખ ૨૧-૦૭-૨૦૧૮ના રોજ નોંધાયેલો. ધવલ નાસતો ફરતો હોવાથી તેના વિરુધ્ધ લુક આઉટ સર્ક્યુલર ઈશ્યુ કરવામાં આવ્યું હતું. ધવલ વિરૂધ્ધમાં ઈન્ટપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ પબ્લિશ કરવામાં આવી હતી. ધવલ બિટકનેક્ટ કંપનીમાં વેબસાઈટનો ડેવલપર તથા સપોર્ટ સિસ્ટમનું કામ કાજ સંભાળતો હતો. કંપની દ્વારા બીટકનેક્ટ, બીટકનેકશનકોઈન અને બીટકનેક્ટએકસ નામની વેબસાઈટનું ડેવલપિંગ ધવલે કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY