૨૦૧૨થી ૨૦૧૭ સુધી ૪૧,૩૯૪ બાળકો ગુમ થયા હતાઃ દિલ્હી પોલીસના આંકડા
ન્યુ દિલ્હી,તા.૩૦
દેશની રાજધાની દિલ્હી હવે અપરાધોની રાજધાની બની ચૂકી છે. દિલ્હીમાં અત્યાર સુધી મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની સંખ્યાએ દેશને વિચારવા પર મજબૂર કર્યો હતો, એવામાં તાજેતરમાં જાહેર કરાયેલી માહિતી મુજબ દિલ્હીમાં બાળકો વિરુદ્ધ ગુનાઓ પણ તેની ચરમસીમાએ પહોંચ્યા છે.
દિલ્હીમાં બાળકો ગાયબ થવાનો જે આંકડો છે તે દેશના કોઇ પણ વ્યક્તિને ડરાવી શકે છે. ગુરુવારે આ મામલે રાજ્યસભામાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસના ટી. સુબ્બારામી રેડ્ડીએ આ મામલે ભારે ચિંતા વ્યક્ત કરતા કડક કાયદો રચવા માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે, દરેક આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે, દિલ્હીમાં દરેક દિવસે બાળકો ગુમ થઇ રહ્યા છે.
જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે નિર્દેશ કરવામાં આવ્યા છે અને સરકાર મુજબ તેમનું અમલ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ બાળકો ગુમ થવાનો આંકડો પ્રતિ દિવસ વધતો જ જાય છે.
સરકારી અહેવાલ મુજબ બાળકો ગુમ થવા પાછળ મોટેભાગે ચાર કારણોનો ખુલાસો થયો છે. બાળક ન હોવુ, યૌન શોષણ, માનવ તસ્કરી અને અંગત દુશ્મનાવટ. દિલ્હી પોલીસના આંકડાઓ જોઇએ તો જાણ થાય છે કે, વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી અહીં ૪૧,૩૯૪ બાળકો ગુમ થયા હતા. દિલ્હી પોલીસનો દાવો હતો કે તેમાંથી ૭૦ ટકા બાળકોને શોધી લેવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


