ચલથાણના ધનરાજ પાટીલનું મોત થયું
સુરત, તા. ૦૬
ઉધના ગોવિંદ નગર પાસેની ખાડી ક્રોસ કરતા એક યુવાન મિત્રોની નજર સામે ખાડીમાં પડી ગયા બાદ ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મંગળવારની સવારે બનેલી આ ઘટના બાદ રાહદારીઓ તાત્કાલિક ફાયર વિભાગ અને ૧૦૮ને જાણ કરી હતી. ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોએ ઘણી મહેનત બાદ યુવાનને ખાડીના પાણીમાંથી બહાર કાઢી ૧૦૮ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરાયો હતો. ચલથાણનો રહેવાસી ધનરાજ મિત્રો સાથે નોકરી પર જવા ખાડી ક્રોસકરતી વખતે અકસ્માતે ખાડીમાં પડી ગયા બાદ ખાદીના પાણીમાં ગુમ થઈ ગયો હતો.
મૃતક ધનરાજ પાટીલ(ઉ.વ.૩૪) ચલથાણના લક્ષ્મીનગરમાં રહેતો હતો. અને ૩ મિત્રો સાથે આજે નીકળ્યા હતા. નાનું ગરનાળુ કૂદીને ગોવિંદ નગર જવાના હતા. દરમિયાન તમામ કૂદીને ખાડીને ક્રોસ કરવા ગયા અને ધનરાજનું બેલેન્સ લથડતા તે ખાડીમાં પડ્યો હતો. અને મોતને ભેટ્યો હતો. પિતાના મોતના પગલે સંતાન નોધારા બની ગયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


