નવીદિલ્હી,તા. ૧૯
મોદી સરકાર સામે આવતીકાલે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવામાં આવનાર છે ત્યારે એકબાજુ સરકાર ઉપર કોઇપણ સંકટ નથી પરંતુ આંકડાકીયરીતે અવિશ્વાસ દરખાસ્ત ખુબ મહત્વપૂર્ણ રહી શકે છે. એનડીએ બહુમતિના આંકડા કરતા ખુબ વધુ સંખ્યા ધરાવે છે. લોકસભાનું કુલ સંખ્યાળ ૫૪૪ સભ્યોનું છે જ્યારે વર્તમાન સંખ્યાબળ ૫૩૪ છે. ૧૦ જગ્યાઓ ખાલી રહેલી છે. બહુમતિનો આંકડો ૨૬૮નો છે. એનડીએ બહુમતિના આંકડા કરતા ખુબ વધુ સંખ્યા ધરાવે છે. એનડીએના કુલ સભ્યોની સંખ્યા ૩૧૪ છે જેમાં ભાજપના ૨૭૨ અને સાથી પક્ષોના ૪૧ સભ્યો છે. બિનજાડાણવાળી પક્ષોના સભ્યો ૭૩ છે. વિપક્ષમાં ૧૪૭ સભ્યો છે જેમાં કોંગ્રેસના ૪૮, ટીએમસીના ૩૪ અને ટીડીપીના ૩૪ સભ્યોનો સમાવેશ થાય છે. બિનજાડાણવાદી પક્ષો અને અપક્ષો પણ મહત્વપૂર્ણ છે. અન્નાદ્રમુકના ૩૭ સબ્યો છે અને આ લોકો એનડીએને ટેકો આપી શકે છે. બીજેડીના ૨૦ સભ્યો છે અને તેઓ વિપક્ષને ટેકો નહીં આપે તેવી શક્યતા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



