ઉકાઈ ડેમમાં ૮૭ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ
સુરત, તા. ૦૬
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ઝરમર વરસાદ યથાવત રહ્ના છે. ગત વર્ષે ચોમાસાની સીઝન પૂર્ણ થઈ ત્યારે ઉકાઈની સપાટી ૩૧૮ ફૂટ નોંધાઈ હતી. આજે ઉકાઈની સપાટી ગત વર્ષ કરતાં વધુ નોંધાઈ છે અને ચોમાસાના હજી બે મહિના જેટલો સમય બાકી છે. ડેમમાં ૮૭ હજાર ક્યુસેકની આવક થઈ રહી છે અને સપાટી ૩૧૯ ફૂટ નોંધાઈ છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં વરસાદનું જોર યથાવત રહ્નાં છે. ચીખલધરામાં ર૧ મીમી, ગોપાલખેડામાં ૩ મીમી, દેડતલાઈમાં ૧૮ મીમી, યરલીમાં ૭ મીમી, સેલગામમાં ર૩ મીમી, બુરહાનપુરમાં ૭ મીમી, હથનુરમાં પ મીમી, ભૂસાવલમાં ૧ર મીમી, સાવખેડામાં ૩ મીમી, ગીરના ૧૯ મીમી, દહીગામમાં ૬ મીમી, ધૂલિયામાં ૧ર મીમી, સારનખેડામાં ૮ મીમી, ખેતિયામાં રપ મીમી, નંદુરબારમાં ૬પ મીમી, સાગબારામાં ર૬ મીમી, જેટલો વરસાદ નોંધાયો છે. હથનુર ડેમની ભયજનક સપાટી ર૧૩ મીટરની સામે આજની સપાટી ૨૦૯.૬૯૦ મીટર નોંધાઈ છે. હથનુર ડેમમાંથી તાપી નદીમાં ૧૬૨૬૩ ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ થઈ રહ્ના છે.
ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ અને આજનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ છે. જેની સામે આજે ઉકાઈની સપાટી ૩૧૯.૦૪ ફૂટ નોંધાઈ છે. ઉકાઈમાં ઉપરવાસથી ૮૭,૨૧૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈની સપાટીમાં સતત ધીમી ગતીએ વધારો થઈ રહ્ના છે. ઉકાઈની સપાટી આજે રૂલ લેવલ કરતાં ૧પ ફૂટ જેટલી ઓછી હોવાથી હાલ ડેમમાંથી પાણી છોડવાની શક્યતા નહીવત છે. ગત વર્ષે ચોમાસુ પુરૂ થયું ત્યારે ઉકાઈની સપાટી માત્ર ૩૧૮ ફૂટ હતી. આજની તારીકે ઉકાઈ ડેમની સપાટી ૩૧૯ ફૂટ થઈ ચૂકી છે. હજી ચોમાસાના બે મહિનામાં સપાટીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


