મીઠીખાડી તટીય વિસ્તારોમાં ખાડી પુર યથાવત
સુરત, તા. ૦૬
શહેર જિલ્લામાં મૂશળધાર વરસાદની ઈનિંગ પૂર્ણ થયા બાદ આજે સવારથી મેઘરાજાએ ઉઘાડ લેતા જનજીવન ધબકતું થયું છે. લીંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠીખાડી આજે સતત પાંચમાં દિવસે પણ ઓવરફલો થઈ રહી હોવાથી આજુબાજુના નિચાણવાળા વિસ્તારો ખાડી પૂરથી પ્રભાવિત છે.
સુરત મહાનગર પાલિકાનાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારથી શહેરના તમામ ઝોનમાં વરસાદે વિરામ લીધો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝાપટું થયું હતું. વરસાદના વિરામથી લોકોએ રાહત અનુભવી છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓ આજે પણ બન્ને કાંઠે વહી રહી છે. મીઠીખાડી સતત પાંચમા દિવસે ઓવરફલો થઈ રહી છે. પરવત ગામ અને ચોર્યાસી ડેરીનો આજુબાજુના નિચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરના પાણી ભરાયેલા હોવાથીï રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. કાકરાખાડીની સપાટી ૫.૮૦ મીટર મીઠીખાડી ૭.૭૦ મી. (ભયજનક સપાટી ૭.૫૦ મીટર હોવાથી ૦.૨૦ મીટર ઓવરફલો), ભેદવાડખાડી ૪.૮૦ મીટર, ભાઠેના ખાડી ૫.૮૦ મીટર અને સીમાડા ખાડી ૩.૯૦ મીટરની સપાટી નોંધાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




