સુરત,તા.૮
ભાજપના કામરેજના ધારાસભ્ય વિનુભાઇ ઝાલાવડીયાનો પુત્ર ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. પાસોદરા ગામના સરપંચના પતિને ફોન પર ધમકી આપી હોવાની સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પાસોદરાના મહિલા સરંપચના પતિએ ફેસબુક પર સરકારી શાળાની બદતર હાલતની પોષ્ટ મુકી હતી જે બાબતે ધારાસભ્યના પુત્રએ ફોન પર માપમાં રહેવાની ધમકી આપી હતી અને ગાળાગાળી કરી હતી.
પાસોદરા ગામના સરપંચ અનિતા વસાણીના પતિ રાજેન્દ્ર વસાણીએ સરથાણા પોલીસમાં કરેલી ફરિયાદમાં કહ્યું છે કે તાજેતરમાં કામરેજની એક સરકારી શાળાની મુલાકાત લીધી હતી જેમાં શાળાની હાલત બદતર જણાઇ હતી. આ બાબતે મે મારા ફેસબુક વોલ પર પોસ્ટ મુકી હતી. મારો ઇરાદો સરકારનું ધ્યાન દોરાઇ તે બાબતે હતો. મે. પોષ્ટમાં કોઇ ધારાસભ્યનું નામ પણ લખ્યું નથી. મારી પોષ્ટ જોઇને કામરેજના ધારાસભ્ય વિનુભાઇ ઝાલાવડીયાના પુત્ર શરદ ઝાલાવડીયાએ મને ફોન પર ધમકી આપી હતી કે માપમાં રહેજો. બીજી વખત ઘારાસભ્ય વિરુધ્ધની પોષ્ટ મુકતા નહીં.શરદ ઝાલવડીયાએ બેફામ ગાળા ગાળી કરી હતી.વસાણીએ કહ્યું હતું કે શરદની વાતચીતનું મેં રેકોડીંગ કર્યું છે અને સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



