સરથાણામાં તિક્ષ્ણ હથિયાર મારી અજાણ્યા વ્યકિતની કરાયેલી હત્યા

0
19

પોલીસે મૃતકની ઓળખ શોધવા પ્રયાસો આદર્યા
સુરત, તા.૧૭
શહેરમાં બેફામણે ગુનાખોરી વકરતી જાય છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો. સરથાણા વિસ્તારમાં લસકાણા પાસે એક અજાણ્યા વ્યકિતની હત્યા કરાયેલી લાશ મળી આવતા સરથાણા પોલીસે દોડતી થઈ ગઈ હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણાના લસકાણા બાલાજી માર્બલના સર્વિસ રોડ ઉપર ૩૪ વર્ષિયï અજાણી વ્યકિત લોહીલુહાણ હાલતમાં પડ્યો હોવાનો મેસેજ મળતા સરથાણા પોલીસે ઘટના સ્થળે ઘસી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં આ અજાણી વ્યકિત મૃત હાલતમાં હતો. મૃતકના ગળે અને શરીરે મિશ્રણ હથિયારના ઘા ઝીંકાયાન નિશાન મળી આવ્યા હતાં. સરથાણા પોલીસે મૃતક અજાણ્યા વ્યકિતની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY