રૂપિયા લઈ સર્વિસ નહીં પૂરી પાડી છેતરપિંડી
સુરત, તા.૧૭
વરાછાની જાકી ટ્રાવેર્લ્સવાળાએ બુકિંગના નામે રૂ. ૪૦ હજારની ઠગાઈ કરી હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ વિશ્રામનગરમાં રહેતા વેપારી મહેશભાઈ રવજીભાઈ ધોળકિયાએ આરોપી પ્રતિક ઘોષ (કલકત્તા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી ૩૨ પેકેજના નામે હોટલ અને વાહન બુકિંગના રૂ. ૪૦,૦૦૦ લીધા હતાં. ત્યારબાદ હોટલ કે વાહન નહીં બુક કરાવતા ફરિયાદીએ પોતાના પેસાની માંગણી કરતાં આરોપીએ માત્ર ૫૦૦૦ રૂ. પરત કરી બાકીના રૂપિયા નહીં આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


