સરકાર ગ્રાન્ટ આપતી હોવા છતાં સરકારી શાળાઓનો કંગાળ દેખાવ
સુરત, તા. ૨૦
રાજ્ય સરકાર દ્વારા શાળાઓ મર્જ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાઓમાં ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડીને અભ્યાસનું સ્તર ઉંચુ લાવવા માટે જિલ્લા પંચાયતના સભ્યએ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને લેખિત રજૂઆત કરી છે.
દર્શન નાયકે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા વધુ શાળાઓ શરૂ કરવાને બદલે શાળા મર્જ કરીને ઘટાડવા માટે કવાયત કરવામાં આવી રહી છે. જે માટે ઓછી સંખ્યાવાળી શાળાઓની માહતી મંગાવવામાં આવી છે. આવી શાળા મર્જ કરવાને બદલે પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવો જોઈએ. છેલ્લા ચાર વર્ષમાં ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે. જ્યારે સરકારી ગ્રાન્ટ આપવા છતાં કમ્પ્યુટર-લેબનાં કોઈ ઠેકાણાં નથી. જર્જરીત ઓરડાઓ રિપેર કરવામાં આવતા નથી.
સરકારના પરિપત્ર મુજબ સુરત જિલ્લાની અંદાજે ૧૫૦થી વધુ શાળાઓ મર્જ થઈ થાય તેમ છે. જેના કારણે અંતરિયાળ વિસ્તારમાં રહેતા દૂર દૂરથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડે તેવી શક્યતા છે. ત્યારે ૫૦ વિદ્યાર્થીઓ હોય તેવી શાળા મર્જ કરીને બંધ નહીં કરવા તેમ જ શિક્ષણ અને સુવિધા વધારવા માટેની માંગણી કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


