ટ્રમ્પ-મોદીની ચૂંટણી પ્રચાર રણનીતિ એક સમાન છે : સામ પિત્રોડા

0
9

વાશિંગ્ટન,તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પ્રચાર રાજનીતિમાં સમાનતા છે કારણ કે બંને લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં વિશ્વાસ કરે છે. તેઓ ડિજિટલ યુગમાં રાજકીય પ્રચાર પર બોલતા હતા તેવો આક્ષેપ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ યુગ સાઉન્ડ બાઇટ્‌સ, યુકિતઓ અને વિડિયોનો છે. જ્યારે પત્રકારો ઊંડાણપૂર્વક જઇને વિશ્લેષણ કરતા હતા તેનાથી આ બાબત બિલકુલ વિપરીત છે. કોંગ્રેસના વડા રાહુલ ગાંધીના વિશ્વાસપાત્ર સામ પિત્રોડા આ અગાઉ પુલવામા સંબંધિત નિવેદન અંગે પણ સ્પષ્ટતા કરી ચુકવ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમણે જવાનો અથવા દળો માટે કોઇ અપમાનજનક વાત નથી કરી. આ સાથે પોતાની ટિપ્પણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારના અન્ય ટોચના નેતાઓના દાવાના તેમણે એક સફેદ જૂઠાણું જણાવ્યું હતું.
પિત્રોડા પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલાના દાવા અંગે કથિત રીતે પ્રશ્નો ઉભા કરવાના મુદ્દે વિવાદમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની ટિપ્પણીઓની ૪૦ મિનિટની ટેપ દ્વારા જે હોબાળો થયો છે તે દરેક માટે ઉપલબ્ધ છે અને જો તેમાંથી કોઈ મને જણાવે કે તેમાં આપણા સૈનિકો અથવા આપણા લશ્કર માટે કંઇ અપમાનજનક છે તો હું રાજીખુશીથી માફી માગવા તૈયાર છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY