રાજકોટ,તા.૧૧
રાજ્યમાં ભલે દારૂબંધી હોય પરંતુ પીવાવાળાઓને જાઈએ એટલો ‘દેશી’ અને ‘વિદેશી’ દારૂ મળી જ રહે છે. રાજકોટમાં દારૂ પીને ‘ડોન’ બનેલા બે વ્યકિતઓનો વીડિયો વાયરલ થયો છે. બંને વ્યકિતએ નશાની હાલતમાં નો પા‹કગ ઝોનમાં પોતાની કાર પાર્ક કરી હતી. એટલું જ નહીં બંનેએ ટ્રાફિક પોલીસ સાથે ગાળાગાળી પણ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના લીમડા ચોક ખાતે નો પા‹કગ ઝોનમાં એક ગાડી પાર્ક થયેલી હતી. ટ્રાફિક પોલીસે જ્યારે તેમને ગાડી હટાવવાનું કહ્યું ત્યારે માલુમ પડ્યું હતું કે કારનો ડ્રાઇવર અને ડ્રાઇવરની બાજુની સીટમાં બેઠેલો વ્યકિત ચિક્કાર દારૂના નશામાં હતા. ટ્રાફિક પોલીસ તેમજ લોકોએ ડ્રાઇવરને કાર હટાવી લેવાનું કહેતા કારની અંદર રહેલા વ્યકિત એ તેમની સાથે ગાળાગાળી કરી હતી. આ કારની પાછળ લાલ પટ્ટી લગાવીને ગુજરાત ભાજપ પ્રદેશ સભ્ય એવું લખ્યું હતું.
કારની અંદર રહેલા બંને વ્યકિત ઓ એટલા નશામાં હતા કે બંને સરખી રીતે બોલી પણ શકતા ન હતા. આથી હાજર લોકોએ બંનેને વીડિયો ઉતારીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
દારૂ પીને કાર ચલાવવા તેમજ ટ્રાફિક પોલીસ સાથે ગાળાગાળી અને ધમકી આપીને ભાગી જવા સબબ એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીશુ વાળા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ થઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



