તા. ૬ સપ્ટેમ્બરથી ગુજરાતી ફિલ્મ ‘ચીલઝડપ’ રજૂ કરાશે

0
10

માત્ર ૧૮ દિવસમા બનેલી ફિલ્મ ૧૨૦ સ્ક્રીન પર રિલીઝ થશે
સુરત, તા. ૨૯
છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ઘણાં બદલાવ આવ્યા છે. એક પછી એક કોમેડી ફિલ્મની સાથે સાથે એક્સન અને ક્રાઈમ પર ગુજરાતી કલાકારો કામ કરી રહ્નાં છે. દરમિયાન માત્ર ૧૮ જ દિવસમાં તૈયાર થયેલી ‘ચીલઝડપ’ ફિલ્મ ગુજરાતની ૧૨૦થી વધુ સ્ક્રીનï પર ૬ સપ્ટેમ્બરના રોજ રજૂ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મના કલાકારોએ સુરત શહેરમાં પ્રેસ કોન્ફરન્સï યોજી ફિલમï અંગેની માહિતી આપી હતી. ફિલ્મમાં ઉચ્ચ પોલીસ અધિકારીનો રોલ નિભાવનાર દિગ્ગજ ગણાતા અભિનેતા દર્શન ગોહિલ પણ નજરે પડશે. ફિલ્મનું શુટીંગ મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં કરાયું છે.
ગુજરાતી ફિલ્મ ‘ચીલઝડપ’માં બેક રોબરી દર્શાવવામાં આવી છે. ૩૦ વર્ષિય યુવતી સોનિયા શાહ બેકમાં કામ કરતી હોય છે અને તેનેઅવાર નવાર રૂપિયાની જરૂરિયાત ઊભી થતી હોય તે બેîક સાથે જ છેતરપિંડીï કરતી હોય છે. આવામાં તેને ડ્રગ્સની તસ્કરી કરતો યુવાન મળે છે, આ યુવાનનો અભિયન સુશાંત સિંહે નિભાવ્યો છે. તે યુવતીને બેક લૂંટી લેવા માટે ધમકી આપે છે અનેï પછી ફિલ્મ આગળ વધે છે. થ્રીલ અને હાસ્ય પણ ફિલ્માવવામાં આવ્યા છે. આ ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા છે. પ્રોડ્યુસર તરીકે રાજુ રાયસિંઘાની તેજ કલાકારોમાં દર્શન જરીવાલા, સોનિયા શાહ, જીમીત ત્રિવેદી અને સુશાંતસિંહનો સમાવેશ થાય છે. ફિલ્મના રાઈટર વિરાંગ મહેતા છે. ૬ સપ્ટેમ્બરના રોજ રિલિઝ થનારી આ ફિલ્મમાં સિંગર તરીકે ઉશા ઉથપ્પા અને આદિત્ય ગઢવી રહ્નાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY