સિદ્ધપુર,તા.૫
અમેરીકાના વર્ક પરમીટ વિઝા આપવાની લાલચ આપી સિદ્ધપુરના યુવાનને વિશ્વાસમાં લઇ રૂ.૩૦ લાખ છેતરપીંડી થઇ હોવાનું માલુમ પડતાં યુવાને સિધ્ધપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.સિદ્ધપુરના હર્ષદસિંહ રામસંગજી રાજપૂતને ઇન્ફેક્શનનો રોગ હોઇ જેની સારવાર અર્થે તેમજ ધંધાર્થે અમેરીકા જવા અંગે એમના મિત્ર પટેલ ઇશ્વરભાઇ મનોહરદાસ રહે. બીના કોમ્પ્લેક્ષ સિધ્ધપુરના સંપર્કમાં આવેલા અને ઇશ્વરભાઇનો દીકરો અમેરીકા વસવાટ ધરાવતો હોઇ જેથી હર્ષદભાઇએ અમેરીકા જવાનું જણાવેલ કે સંબંધી સાથે મુલાકાત કરાવી આપીશ.
તા.૩-૧૧-૨૦૧૮ના રોજ ત્રણ શખ્સોએ ગણેશપુરા ખાતે હર્ષદભાઇના પ્લાન્ટ ઉપર આવેલ અને અમેરીકા જવું હોય તો અહીંથી કેનેડા અને ત્યાંથી અમેરીકા મુકામે વર્ક પરમીટ વિઝા લઇ આપીશું અને અમેરીકા કાયદેસર રીતે મોકલીશું તેવા વચન અને વિશ્વાસમાં લઇ હર્ષદભાઇ પાસેથી અસર પાસપોર્ટ લઇ ગયેલા તેમજ હર્ષદભાઇને રૂ.૬૧ લાખ આપવાના થશે તેવું જણાવ્યું હતું. જેમાં રૂ.૩૧ લાખ કેનેડા પહોંચી અને રૂ.૩૦ લાખ અમેરીકા ન્યુયોર્ક પહોંચી આપવાનું નક્કી કર્યું. જેમાં ૩ નવેમ્બરે ૩૦ લાખ આપ્યા હતા.
તેઓને જણાવેલ કે તમારી હોટલે એક માણસ આવશે તેને તમે તમારો પાસપોર્ટ અને બાકીના રૂ.૩૦ લાખ આપી દેજે. જેથી હર્ષદભાઇએ પાસપોર્ટ અને રૂપિયા આપવાની હર્ષદભાઇ ઘરે આવ્યા બાદ વારંવાર રૂપિયા પરત આપવા માટે ફોન કરતાં તેઓએ જણાવેલ કે પૈસા પાછા નહીં મળે અને હવે પછી ફોન કર્યા કે પછી પોલીસ કેસ કર્યા તો જાનથી મારી નંખાવીશું તેવી ધમકીઓ આપતાં પટેલ મહેશભાઇ,પટેલ મનુભાઇ કાનદાસ, પટેલ મુકેશભાઇ બબલદાસ,અજીતભાઇ (સરદારજી) સામે ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


