રૂ.૧.૩૭ કરોડની છેતરપિંડી અંગે સુરત પોલીસમાં ગુનો દાખલ
સુરત, તા.૧૨
મુંબઈના બે હીરા વેપારીએ સુરતના હીરા વેપારી પાસેથી રૂ.૧.૩૭ કરોડની કિંમતના હિરાની ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા ચંદનબાગ સોસાયટીમાં રહેતાં અને કાપોદ્રા અક્ષર ડાયમંડમાં કષ્ટભંજન એક્ષ્પોર્ટના નામથી હીરાની ઓફિસ ધરાવતા ધીરેનભાઈ નનુભાઈ ગાજીપરાએ આરોપી ક્ષીતીજ ભનશાલી, વિજય રવજી મેકડા મુંબઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ૩૮૧.૬૪ કેરેટના તૈયાર હીરા કિંમત ૧,૩૭,૨૪,૪૩૨ની ખરીદી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ નિર્ધારીત સમય બાદ પણ પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


