સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલા નાટકોનો વિનર શો યોજાશે

0
26

તા.૧૬’મીથી તા.૧૮ સુધી નાટકો રજૂ કરાશે
સુરત, તા.૧૨
સુરત શહેરના નવોદિત કલાકારોને પ્લેટફોર્મ મળે અને શહેરના નગરજનોને નવા નાટકો માણવા મળે તેવા ઉમદા હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા સને ૧૯૬૯ વર્ષથી પ્રતિવર્ષ યોજવામાં આવતી આ નાટ્ય સ્પર્ધાને સુરતને ગૌરવ અપાવનારા રંગમંચના મહાન અદાકાર સ્વ. સંજીવકુમારની સ્મૃતિમાં સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા નામ આપી તા.૨૫-૯-૨૦૧૮ થી તા.૬-૧૦-૨૦૧૮ દરમ્યાન સંજીવકુમાર ઓડીટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરની નાટ્ય સંસ્થાઓ અને નાટ્યરસિક નગરજનોની લોકલાગમીને માન આપી સુરત મહાનગરપાલિકા આયોજિત ૪૬મી અને ચતુર્થ સંજીવકુમાર નાટ્ય સ્પર્ધાની વિજેતા થયેલા પ્રથમ ચાર નાટકોનો વિનર શો યોજવા નક્કી કરવામાં આવેલ છે.
નાટ્ય સ્પર્ધામાં દ્વિતીય વિજેતા જાહેર થયેલ નાટક એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધના આર્ટીઝમ થિયેટરના સંચાલક ગિરીશ સોલંકીને પરિણામ સ્વીકાર્ય ન હોય, વિનર શોમાં પરફોર્મ નહીં કરવાની રજૂઆત ધ્યાને લઈ તા.૧૬-૧-૨૦૧૯ થી તા.૧૮-૧-૨૦૧૯ દરમ્યાન ગાંધી સ્મૃતિ ભવન ખાતે નાટ્ય સ્પર્ધામાં ચતુર્થ, તૃતીય અને પ્રથમ ક્રમે વિજેતા થયેલ નાટકોનો વિનર શો રજૂ કરવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY