યસ બેન્કે ગોપનીય રિપોર્ટ સાર્વજનિક કરતા આરબીઆઈએ કાર્યવાહીની ચેતવણી આપી

0
12

મુંબઈ,તા.૧૬
આરબીઆઈએ ગોપનીય રિપોર્ટ સાર્વજનિક કરવા પર યસ બેન્કની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. યસ બેન્કે પોતે આ અંગેની માહિતી શુક્રવારે આપી હતી. બેન્કે બુધવારે જણાવ્યું હતું કે તેને આરબીઆઈ તરફથી ૨૦૧૭-૧૮નો રિસ્ક અસેસમેન્ટ રિપોર્ટ મળ્યો છે. તેને બેન્ક દ્વારા જાહેર એનપીએના એસ્ટીમેશનમાં કોઈ અંતર મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈના રિપોર્ટને સાર્વજનિક કરવો તે નિયમનું ઉલ્લંઘન છે.
આરબીઆઈનું કહેવું છે કે નિલ ડાયવર્જેન્સ(એનપીએના એસ્ટીમેશનમાં ફર્ક મળ્યો નથી) કોઈ ઉપલબ્ધી નથી, જેને પ્રકાશિત કરવામાં આવે. આ અંગે યસ બેન્ક જે પ્રેસ રિલિઝ બહાર પાડી છે તેને ગંભીરતાથી લેવાઈ રહી છે અને બેન્કની વિરુદ્ધમાં રેગ્યુલેટરી એક્શન લેવામાં આવી શકે છે.
આરબીઆઈના જણાવ્યા પ્રમાણે રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટમાં યસ બેન્કની કાર્યપ્રણાલીની ખામીઓનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટના એક જ ભાગનો ખુલાસો કરીને યસ બેન્કે લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે.
યસ બેન્કે બુધવારે સ્ટોક એકસચેન્જને જણાવ્યું હતું કે તેના પ્રોવિઝનિંગને આરબીઆઈએ યોગ્ય ઠેરવ્યું છે. આ ન્યુઝ બાદ ગુરૂવારે યસ બેન્કના શેરમાં ૩૨ ટકાની તેજી આવી હતી. તેનાથી માર્કેટ કેપમાં ૧૨,૦૨૫ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY