સુરત
આથી, સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જાનવરોનું માસનું વેચાણ કરતા તમમ ધંધાદારી ઈસમોને જણાવવા આવે છે કે, આજે તા. ૦૪/૧૦/૨૦૧૯ના શુક્રવારના દિવસે ‘વિશ્વ પ્રાણી દિવસ’ નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા કતલખાના અને રાંદેર કતલખાના બંધ રખાયા છે.
આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં મીટ શોપ, પોલ્ટ્રી શોપ, ફીશ શોપ તથા માસ-મટન, ઈંડા, ચીકન, મચ્છીની કતલ તથા વેપાર કરતાં ઈસમોને તા. ૦૪/૧૦/૨૦૧૯ના દિવસે તેમનો વ્યવસાય બંધ રાખી તેનો ચુસ્તપણે અમલ કરવા સરકાર તરફથી અનુરોધ કરેલ છે. હોય જેને સર્વે સંબંધ કરતાંઓને ચુસ્તપણે અમલ કરવા આદેશ અનુસાર જણાવવામાં આવે છે.
આ જાહેરાતમાં આપેલ સૂચનો ભંગ કરવા બદલ જે તે ઈસમો સામે ધી બી.પી.એમ.સી અને ધી બોમ્બે પોલીસ એકટની વિવિધ જાગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



