મુંબઈ,તા.૩૦
સફળ મોડેલ કમ અભિનેત્રી મલાઇકા અરોરાએ કહ્યું હતું કે અત્યારે બોલિવૂડમાં મી ટુ આંદોલનના નામે ખોટી હો હા વધુ થાય છે. કાસ્ટિંગ કાઉચ જેવી કુપ્રથા દૂર થાય અને નક્કર પરિવર્તન સર્જાય એવું કામ બહુ ઓછું થઇ રહ્યું છે.
હોલિવૂડના પગલે બોલિવૂડમાં શરૃ થયેલા મી ટુ આંદોલન વિશે પૂછતાં મલાઇકો કહ્યું કે આંદોલન શરૃ થયું એ સારી વાત છે. બોલિવૂડમાં સફાઇકામ થઇ રહ્યું હોય તો એ બેશક આવકાર્ય છે.
‘પરંતુ હોલિવૂડમાં જે રીતે સિસ્ટમેટિક રીતે અનિષ્ટ તત્વોને દૂર કરાયા અને કાયદેસર પગલાં લઇને મોટાં માથાંને પણ સજા કરવામાં આવી તેથી એક દાખલો બેઠો છે. એવું કંઇ આપણે ત્યાં થાય તો કદાચ પરિવર્તન આવે ખરું. અત્યારે તો ખોટ્ટી હો હા થઇ રહી છે. એ ઘોંઘાટમાં મુખ્ય મુદ્દો બાજુ પર રહી જાય છે અને બીજા ઘણા લોકો છટકી જાય છે. નક્કર કામ થવું જાઇએ તો નવી પેઢીની યુવતીઓની સુરક્ષા જળવાઇ રહે. બાકી મી ટુ આંદોલનનો કશો અર્થ રહેતો નથી’ એમ મલાઇકાએ કહ્યું હતું.
એણે કહ્યું કે દુરાચારમાં સંડોવાયેલા લોકોને સજા થાય એ રીતે કાનૂની પગલાં લેવાવાં જાઇએ. માત્ર મિડિયા સમક્ષ વાતો કરવાનો કશો અર્થ રહેતો નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




