આશુતોષ રાણા વેબ સિરિઝમાં ઔરંગઝેબનો રોલ કરશે

0
7

મુંબઈ,તા.૨૮
ખૂંખાર વિલન તરીકે આગવી છાપ છોડી ચૂકેલો અભિનેતા આશુતોષ રાણા એક વેબ સિરિઝમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબ તરીકેનો રોલ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી.
રજપૂત રાજા છત્રસાલના નામે બની રહેલી આ મેગાબજેટ વેબ સિરિઝમાં છત્રસાલ તરીકે અભિનેતા જતીન ગુલાટી અને છત્રસાલની ખૂબસુરત પહેલી પત્ની દેવકુંવરી તરીકેનો રોલ દક્ષિણની ફિલ્મોમાં પોતાની આગવી ઇમેજ ઊભી કરનારી અભિનેત્રી વૈભવી શાંડિલ્ય કરી રહી છે. છત્રસાલની બીજી પત્ની સુશીલા તરીકે અનુષ્કા લુહાર ચમકી રહી છે.
આ ઉપરાંત મનીષ વાઢવા અને મનમોહન તિવારી પણ મહ¥વનાં પાત્રો રજૂ કરવાનાં છે.
અભ્યુદય ગ્રોવરના રીઝોનન્સ ડિજિટલ બેનર તળે આ સિરિઝ બની રહી છે. શ્રી પન્નાલાલ ગ્લોબલ કોન્શ્યસનેસ મિશન આ સિરિઝના પ્રસ્તુતકર્તા છે. સહનિર્માતા અને ડાયરેક્ટર અનાદિલ ચતુર્વેદી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY