કે.જે.પોલીટેક્નિકના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન પડતી વિવિધ મુશ્કેલીઓને લઈને NSUI ના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવાયું.

0
98

આજ રોજ ભરૂચ શહેરમાં આવેલી કે.જે.પોલીટેક્નિસ કોલેજ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન પડતી વિવિધ મુશ્કેલીઓને લઈને એન.એસ.યુ.આઈ ના નેજા હેઠળ કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવા આવી હતી.

કે.જે.પોલીટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રોજેકટ સબમિશન અને જર્નલ સબમિશન બાબતે વિદ્યાર્થીઓને પૂરતો સમય આપવામાં આવતો નથી.સાથે સાથે પ્રોફેસરો દ્રારા શાબ્દિક અત્યાચાર કરી વિદ્યાર્થીઓ પર માનસિક ત્રાસ ગુજારી હોવાનો આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ આ પ્રકારના અત્યાચાર થી એમની માનસિક સ્થિતિ બગડી રહી હોવાના કારણે અભ્યાસ કરી શકતા નથી.

 

કોલેજના વિદ્યાર્થીઓ માટે પીવાના તેમજ વિદ્યાર્થીનીઓ માટે વોશરૂમની પણ વ્યવસ્થા ના હોવાથી વિદ્યાર્થીનીઓને ઘણીજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે કોલેજના અમુક પ્રોફેસરો કે જેમને જેતે વિષયનું પૂરતું જ્ઞાન ના હોય તેવા પ્રોફેસરો લેક્ચર લે છે તેના કારણે અભ્યાસ કરી રહેલા વીદ્યાર્થીઓને અભ્યાસ પર પણ ખુબજ ખરાબ અસર પડી રહી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ એન.એસ.યુ.આઈ
ના નેજા હેઠળ કોલેજના પ્રિન્સિપાલ ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને વહેલી તકે વિદ્યાર્થીઓની માંગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચરવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY