સુરતમાં પણ રાષ્ટ્રીયકૃત બેકોની હડતાળ સામી દિવાળીએ આર્થિક વ્યવહારો ઠપ્પ

0
5

બેક કર્મચારીઓએ હડતાળ યોજી વિરોધ પ્રદર્શન કર્યું રૂ.૯૦૦ કરોડના આર્થિક વ્યવહારો ખોરંભે
સુરત
રાષ્ટ્રીયકૃત બેકોના મર્જરના પગલે આગામી દિવસોમાં શાખાઓ બંધ થશે. જેથી બેકિંગ કર્મચારીઅોને નોકરી ગુમાવવાનો વારો આવશે. બેકોના મર્જરના વિરોધમાં આજે રાષ્ટ્રીયકૃત બેકોના કર્મચારી યુનિયન દ્વારા હડતાળ પાડતા સુરતમાં સરેરાશ ૮૦૦થી ૯૦૦ કરોડનું ટ્રાન્જેક્શન અટકી પડ્યું હતું.
રાષ્ટ્રીયકૃત બેકોના એકિકરણના વિરોધમાં આજે રાષ્ટ્રીયકૃત બેકોના કર્મચારીઓ હડતાળ ઉપર છે. હડતાળની સાથે એઆઈઈબીઈએના નેતૃત્વમાં ગુજરાત બેîક વર્કર્સ યુનિયન દ્વારા આજે સવારે ૧૦.૩૦થી ૧૧.૧૫ કલાક સુધી નાનપુરા ડચ ગાર્ડન પાસે યુનિયનની બેઠક મળી હતી. યુનિયન આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે બેક કર્મચારીઓ દ્વારા દેખાવ યોજવામાં આવ્યો હતો. ૧ દિવસની હડતાળના લીધે સુરતમાં લગભગ ૮૦૦થી ૯૦૦ કરોડના ટ્રાન્જેક્શન ખોરવાઈ ગયા હતા. સામી દિવાળીએ બેક હડતાળના પગલે બેકોના ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી. દિવાળી વેકેશન પહેલા કર્મચારીઓને બોનસ પગાર કરવાનો હોય ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી. ૨૬ ઓક્ટોબરથી બેîકોમાં મીની વેકેશન પડી રહ્નાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY