કોસમ-કટાડા ગામ પાસે તળાવમાંથી બે યુવકોના મૃતદેહ મળતા રહસ્ય ઘેરાયું

0
10

બંને યુવકોની બાઈકો ૫૦ મીટરના અંતરેથી મળી
સુરત

ઓલપાડ-સાયણ વચ્ચેના કોસમ-કટાડા ગામ વચ્ચેના તળાવ માંથી બે યુવાનોનો મૃતદેહ મળી આવ્યા હતા. ગઈકાલે રાત્રે ૧૧.૩૦ થી ૧૨.૦૦ કલાક વચ્ચે બન્નેના મૃતદેહ મળી આવ્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલ લવાયા હતા. જોકે, પરિવારજનો સાથે પોલીસ પણ ગૂંચવડાભર્યા કેસમાં મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, રાંદેર વિસ્તારમાં કમલ યોગેશભાઈ પટેલ(ઉ.વ.૩૪) પરિવાર સાથે રહેતો હતો. કમલના ભાઈ દિવ્યેશે જણાવ્યું હતું કે, ભાઈ-ભાભી સોમવારની રાત્રે ૮ વાગે ભાભી ખુશ્બૂના પિયર સેગવા વસવારી ગામ સાયણ જવા નીકળ્યા હતા. બે-ત્રણ દિવસથી દીકરી મામાના ઘરે ગઈ હતી તેને લેવા જવા ભાઈ-ભાભી ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ રાત્રે લગભગ ૧૧.૧૫ કલાકે ભાભીના ફોન પરથી અજાણ્યાએ ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ઘરની મહિલા ઓલપાડ-સાયણ રોડ વચ્ચે રસ્તા પર બેભાન હાલતમાં મળી આવી છે. જેને લઈ આખું પરિવાર ઘટના સ્થળે દોડી જતા ભાભી તેમના પિયર ચાલી ગયા હતા.
કોસમ-કટાડા વચ્ચે રોડ બાજુએ એક તળાવ કિનારે કમલની બાઇક મળી આવતા તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ તળાવમાં શોધખોળ કરતા બે યુવાનોનો મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં એક કમલ હતો અને જ્યારે બીજો અજાણ્યો હતો. પોલીસે તપાસ કરતા તળાવ પાસેના ખેતરમાંથી સ્ટેન્ડ પર પાર્ક એક બાઇક મળી આવી હતી. જેમાં પાકીટ, મોબાઈલ, ગોલ્ડ ચેઇન, હેલ્મેટ અને ઓળખ પુરાવા જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ મળી આવ્યા હતા અને અજાણ્યા યુવકનું નામ તુષાર હોવાનું બહાર આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY