૪ થી ૭મી નવેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે
સુરત
સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના ય્ત્ન૦૫.ઈરૂ સિરીઝના ૧ થી ૯૯૯૯ માટેના પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. ઓનલાઈન હરાજીની અરજી તા.૦૪/૧૧/૨૦૧૯ થી તા.૦૭/૧૧/૨૦૧૯ દરમિયાન કરી શકાશે.
જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરી પસંદગીના નંબરો મેળવવા ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. હરાજીનું બિડિંગ તા.૦૭/૧૧/૨૦૧૯ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યાથી તા.૦૮/૧૧/૨૦૧૯ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધી ઓપન થશે. તા.૧૧/૧૧/૨૦૧૯ ના રોજ ફોર્મ જમા કરાવવાના રહેશે.
અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવવા કરવામાં નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



