સુરત,
યુ.પી.ના વેપારીએ સુરતના સાડીના વેપારી પાસેથી રૂપિયા ૪.૮૮ લાખનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાઠેના મિલેનિયમ-૪માં સાડીની દુકાન ધરાવતા રામકુમાર રાજપ્રસાદ દુબે પાસેથી આરોપી શિવપ્રકાશ ઉર્ફે ગુબ્બી ચંદ્રભાન ચોહાણ રહે. તરબગંજ યુપીનાએ રૂપિયા ૪૮૮૦૦૦ની કિંમતની સાડીનો જથ્થો, લહેગાની ખરીદી કરી હતી. આ માલનું પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. ઉધના પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


