સુરત
પાંડેસરા ભેદવાડ પ્રેમનગર ખાતે એક યુવાનને ઘરમાં ઈલેક્ટ્રીક કરંટ લાગતા કરૂણ મોત નીપજ્યું હોવાનો બનાવ પાંડેસરા પોલીસ મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા પ્રેમનગર ભેદવાડ ખાતે અર્જુન કમલેશભાઈ વર્મા રહેતો હતો. ગત તા.૩જી નવેમ્બરના રોજ રાત્રિના સુમારે પોતાના ઘરમાં હતો. ત્યારે ઈલેક્ટ્રીક કરંટ લાગતા સારવાર માટે તેના કાકા મોતીલાલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર ઉમેશ ચૌધરીએ મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોîધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


