ન્યુનતમ આય યોજના ૨૫ કરોડ લોકોને લાભકારી
સુરત, તા.૨૮
સુરત જિલ્લા કોîગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા દ્વારા ગતરોજ આયોજિત પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, અોલ ઈન્ડિયા કોîગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધીએ ગરીબી સામેની ઐતિહાસિક લડાઈની કરેલી જાહેરાતની વિગતો આપતાં જણાવ્યું હતું કે, મીનીમમ ઈન્કમ સ્કીમ ગેરંટી અંતર્ગત દેશના ૨૦„ ગરીબ પરિવારોને ૭૨૦૦૦ રૂપિયા વાર્ષિક મહિલાના ખાતામાં જમા કરવામાં આવશે. માસિક ૧૨૦૦૦ રૂપિયાની ઓછી આવક ધરાવતાં ગરીબ પરિવારોને આ ઐતિહાસિક લાભ મળશે.
કોîગ્રેસ પક્ષે આ અંગે પ્રખર અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને પૂર્વ નાણાં મંત્રી સહિત અનેક અર્થશાસ્ત્રીઓ સાથે આ યોજના અંગે સતત ૪ મહિના સુધી ચિંતન કરી આ યોજના દેશને સમર્પિત કરી છે અને કોગ્રેસ સરકાર બનતા જ આ યોજના લાગુ કરી દેશના પાંચ કરોડ પરિવાર એટલે કે ૨૫ કરોડ ગરીબ નાગરિકોને લાભ થશે.
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં કોગ્રેસ પક્ષ તરફથી ન્યાય-ન્યુનતમ આય યોજના અંગે સુરત શહેર જિલ્લા કોîગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઈ રાયકાએ જણાવ્યું હતું કે, મોદીજીએ નોટબંધી કરીને દેશની ગરીબ જનતાના રૂપિયા છીનવી લીધા, જ્યારે રાહુલજી રીમોનીટાઈઝેશન કરીને દેશની ગરીબ જનતાને લાભ આપશે. કોîગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગરીબોની ચિંતા કરે છે. આ યોજના અંતર્ગત ૩.૬૦ લાખ કરોડ ફાળવવામાં આવશે. જ્યારે મોદીજીએ ૩.૫૦ લાખ કરોડ રૂપિયાના ૧૫ ઉદ્યોગપતિઅોના દેવા માફ કર્યા છે.
મનરેગા યોજનામાં ૧૪ કરોડ લોકોને રોજગાર પ્રાપ્ïત થયો હતો. મીનીમમ ઈન્કમ સ્કીમ ગેરંટી યોજનામાં દેશના પાંચ કરોડ પરિવારને લાભ મળવાનો આ ઐતિહાસિક યોજનાથી ગુજરાતના લાખો નાગરિકોને ખૂબ જ મદદગાર થશે.
આ ઐતિહાસિક જાહેરાત ગુજરાતના ૨૦„ ગરીબ પરિવારો એટલે કે ૩૦ લાખ કરતાં વધુ નાગરિકોને લાભ થશે અને તમામ નાણાં સીધા જ જે તે નાગરિકોના બેક ખાતામાં જમા થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



