સુરત,તા.૧૪
શહેરમાં પતિઓ દ્વારા પત્નીની માર મારતા હોવાના અવર નવર કિસ્સા બહાર આવતા હોય છે. તેવા સમયે પત્નીએ પતિને માર મારવાનો ઉલ્ટી ગંગા જેવો કિસ્સો બહાર આવ્યો છે. લિંબાયતમાં પત્નીના પ્રેમ પ્રકરણ અંગે પતિને જાણ થતા ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાઈ જઈને પત્ની પતિના હાથમાં બચકું ભરીને માથું દીવાલ સાથે અફાડીયા બાદ માર માર્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય સિક્યુરિટી ગાર્ડ રાજુભાઈ પટેલને શરીરમાં દુખાવો થતા આજે સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમા આવ્યા હતા ત્યાં તેમણે ડોક્ટરને કહ્યું હતું કે પત્નીના પ્રેમ પ્રકાર અંગે પતિને જાણ થઇ ગઇ હતી.
જેથી પતિએ પત્નીને ઠપકો આપ્યો હતો. જેથી કરાઈ ગયેલી પત્નીએ પતિના ડાબા હાથમાં બચકું ભર્યું હતું અને પતિનું માથું દીવાલ સાથે અફાડયુ હતું અને પતિને ઢીકમુક્કીનો માર મારી ઇજા પહોંચાડી હતી.
જેથી પતિને ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ત્યાં ડૉક્ટરે તેમની સારવાર શરૂ કરી હતી. આ સાંભળી સહિતના વ્યક્તિઓ ચોકી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


