મચ્છરોની ઉત્પત્તિ રોકવાની સમજણ કેળવવા શાળામાં માર્ગદર્શક કાર્યક્રમ
સુરત
મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર, પદાધિકારીઅો, વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, ડે.કમિશનરો, ઝોનલ ચીફ, કાર્યપાલક ઈજનેરો, આસી.કમિશનર તેમજ આરોગ્ય ટેક્નિકલ વિભાગનો સ્ટાફ મળી અંદાજે ૩૭૬૪ જેટલા કર્મચારીઅો જાડાયા અને કતારગામ ઝોનમાં રીલાયન્સ નગર, વોક વે, ફાયર સ્ટેશન સામે, મેîગો સર્કલ, અમરોલી તેમજ બ્રાહ્મણ ફળીયા, ઝોનલ પુરવઠા કચેરી, ફૂલપાડા ગામતળ ખાતે રૂબરૂ હાજર રહી, શાળાના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાને તેમના ઘરમાં મચ્છરોની ઉત્પત્તિ રોકવા શું કાળજી લેવી જાઈએ તેની વિગતે સમજ આપી હતી.
સુરત મહાનગરપાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા ડેન્ગ્યુ, ચિકુનગુનિયા, મેલેરિયા જેવા રોગ ફેલાવતા મચ્છરોનાં નિયંત્રણ માટે સમગ્ર શહેરમાં માસ ડ્રાય ડે કેમ્પેઈનનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત ડેન્ગ્યુ તેમજ ચિકુનગુનિયા રોગ માટે હાઈરીસ્ક એવા સ્લમ વિસ્તારો, સ્લમલાઈક વિસ્તારો તથા સોસાયટીઓમાં લોકોને પોતાના ઘરોમાં ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવા રોગો માટે જવાબદાર એડિસ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે પાણી ભરવાના પાત્રો જેવા કે પીપ, કેરબા, ડ્રમ, પવાલી, ડોલ, મની પ્લાન્ટ, ફ્રીજની ટ્રે, એરકુલરની ટ્રે, પક્ષીકુંજ, ફૂલ છોડનાં કુંડામાં ભરાય રહેલા વધારાનું પાણી તથા ફૂલ છોડનાં કુંડાની નીચે મુકવામાં આવેલ ડીસ વગેરે દર શનિવારે સંપૂર્ણ ખાલી કરી પાત્રોની અંદરની સપાટીને કાથાની દોરી વડે ઘસી, સૂકવીને ત્યારબાદ જ પાણી ભરે અને પાણી ભરવાના તમામ પાત્રો ઢાંકીને રાખવા સમજ આપવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



